‘કરમ’ શૈક્ષણિક સંકુલ
હાલ આપણા મહેશ્વરી સમાજના બાળકોમાં શિક્ષણનો પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. એમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણા સમાજના બાળકોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. આપણા સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘના નેજા હેઠળ મહેશ્વરી કર્મચારી મહામંડળ દ્વારા એક ભવ્ય ‘કરમ’ શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. એ માટે ભુજના મીરઝાપર વિસ્તારમાં સર્વે નં. ૧૪ માં પ્લોટ નંબર ૨૬,૨૭ ખાતે ૪૦૦ ચો. વાર જમીન ખરીદી લેવામાં આવેલ છે.
આ ‘કરમ’ શૈક્ષણિક સંકુલની ખર્ચની વિગતો આ પ્રમાણેની છે.
- ૪૦૦ ચો. વાર જમીન ખર્ચ : રૂ|. ૧૧,૦૦,૦૦૦
- જેની જમીન ખરીધી લીધેલ છે.
- નકશા પ્રમાણે બાંધકામ ખર્ચ : રૂ|. ૬૫,૦૦,૦૦૦
- ફંડ એકત્રિત કરવાનું બાકી છે.
- ફર્નિચર, ડેકોરેશન અન્ય ખર્ચ : રૂ|. ૫૦,૦૦,૦૦૦
- ફંડ એકત્રિત કરવાનું બાકી છે.
- અંદાજિત કુલ ખર્ચ : રૂ|. ૧,૨૬,૦૦,૦૦૦.
‘કરમ’ શૈક્ષણિક સંકુલ
‘કરમ’ શૈક્ષણિક સંકુલના નકશામાં ભોયતળિયામાં સ્પર્ધાત્મક પરીક્ષાની બુકો રાખવા અધ્યતન લાયબ્રેરી રાખવામાં આવેલ છે. એમાં બાળકો માટે વાંચન રૂમ અને લાયબ્રેરીયન માટે રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે અધ્યતન ડીઝીટલ ક્લાસ રૂમો ઉપરાંત કિચન, સ્ટોર રૂમ અને રીફ્રેશ રૂમ પણ રાખેલ છે. પ્રથમ અને બીજા માળે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ ૧૪ રૂમો જેમા કુલ ૫૬ બાળકો રહી શકશે. જેમાં દરેક રૂમમાં ૪ બાળકો માટે અલગ બેડ, કબાટ, કોમ્પ્યુટર ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી ઉપરના માળે અદ્યતન સ્ટેજ અને ચેન્જ રૂમો સાથે ઓડીટોરીયમ હોલ બનાવવામાં આવશે.
આ ખર્ચને પહોચી વળવા આપને અનુરોધ કરવામાં આવે છે.
- ઓડીટોરીયમ હોલના દાતા બનવા માટે રૂ|. ૧૦,૦૦,૦૦૦
- ડીઝીટલ ક્લાસ રૂમના દાતા બનવા માટે રૂ|. ૫,૦૦,૦૦૦
- રૂમના દાતા બનવા માટે રૂ|. ૩,૦૦,૦૦૦
- લાયબ્રેરીના દાતા બનવા માટે રૂ|. ૨,૦૦,૦૦૦
- પાયાના દાતા બનવા માટે રૂ|. ૧,૦૦,૦૦૦
- ફાઉન્ડર મેમ્બર બનવા માટે રૂ|. ૫૦,૦૦૦
- ‘કરમ’ શૈક્ષણિક સંકુલના આજીવન સભ્ય બનવા માટે રૂ|.૨૦,૦૦૦
- રૂ|. ૧૦૦ તથા રૂ|. ૫૦૦ નાં દાન કુપન પણ તમે લઇ શકો છો.
ડોનેશન માટે સંપર્ક


ડોનેશન માટે સંપર્ક
ઉપરોક્ત જણાવેલ રકમ આપ સીધા AKHIL KUTCH MAHESHWARI VIKAS SEVA SANGH નાં State Bank of India નાં સુખપર (ભુજ) બ્રાંચ SBIN0010192 નાં A/C NO. – 39853566997 માં જમા કરાવી શકો છો. એ ઉપરાંત દરેક તાલુકામાં સંસ્થાના પ્રતિનિધિ પાસે પણ પહોંચ બુક અને કુપન ઉપલબ્ધ છે ત્યાં પણ રકમ જમા કરવી શકો છો. એ ઉપરાંત તમારી નજીકના મહેશ્વરી સમાજના પ્રમુખનું સંપર્ક કરી દાન આપી શકો છો.












