About

અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ ના નેજા હેઠળ મહેશ્વરી સરકારી કર્મચારી મહામંડળ સંચાલિત ‘કરમ’ શૈક્ષણિક સંકુલ

‘કરમ’ શૈક્ષણિક સંકુલના નકશામાં ભોયતળિયામાં સ્પર્ધાત્મક પરીક્ષાની બુકો રાખવા અધ્યતન લાયબ્રેરી રાખવામાં આવેલ છે. એમાં બાળકો માટે વાંચન રૂમ અને લાયબ્રેરીયન માટે રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે અધ્યતન ડીઝીટલ ક્લાસ રૂમો ઉપરાંત કિચન, સ્ટોર રૂમ અને રીફ્રેશ રૂમ પણ રાખેલ છે. પ્રથમ અને બીજા માળે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ ૧૪ રૂમો જેમા કુલ ૫૬ બાળકો રહી શકશે. જેમાં દરેક રૂમમાં ૪ બાળકો માટે અલગ બેડ, કબાટ, કોમ્પ્યુટર ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી ઉપરના માળે અદ્યતન સ્ટેજ અને ચેન્જ રૂમો સાથે ઓડીટોરીયમ હોલ બનાવવામાં આવશે.

આ ‘કરમ’ શૈક્ષણિક સંકુલની ખર્ચની વિગતો આ પ્રમાણેની છે.
  • ૪૦૦ ચો. વાર જમીન ખર્ચ : રૂ|. ૧૧,૦૦,૦૦૦
  • જેની જમીન ખરીધી લીધેલ છે.
  • નકશા પ્રમાણે બાંધકામ ખર્ચ : રૂ|. ૬૫,૦૦,૦૦૦
  • ફંડ એકત્રિત કરવાનું બાકી છે.
  • ફર્નિચર, ડેકોરેશન અન્ય ખર્ચ : રૂ|. ૫૦,૦૦,૦૦૦
  • ફંડ એકત્રિત કરવાનું બાકી છે.
  • અંદાજિત કુલ ખર્ચ : રૂ|. ૧,૨૬,૦૦,૦૦૦.

આ ખર્ચને પહોચી વળવા આપને અનુરોધ કરવામાં આવે છે.

  1. ઓડીટોરીયમ હોલના દાતા બનવા માટે રૂ|. ૧૦,૦૦,૦૦૦
  2. ડીઝીટલ ક્લાસ રૂમના દાતા બનવા માટે રૂ|. ૫,૦૦,૦૦૦
  3. રૂમના દાતા બનવા માટે રૂ|. ૩,૦૦,૦૦૦
  4. લાયબ્રેરીના દાતા બનવા માટે રૂ|. ૨,૦૦,૦૦૦
  5. પાયાના દાતા બનવા માટે રૂ|. ૧,૦૦,૦૦૦
  6. ફાઉન્ડર મેમ્બર બનવા માટે રૂ|. ૫૦,૦૦૦
  7. ‘કરમ’ શૈક્ષણિક સંકુલના આજીવન સભ્ય બનવા માટે રૂ|.૨૦,૦૦૦
  8. રૂ|. ૧૦૦ તથા રૂ|. ૫૦૦ નાં દાન કુપન પણ તમે લઇ શકો છો.